જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીની આવક થઈ છે. સાથે જ સોનરખ નદીમાં પણ પૂર આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા છે. સતત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.


[[$googlead]]

દામોદર કુંડમાં પાણીની આવક થઈ

[[$alsoread]]

શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એક બાઇક પાણીના પ્રવાહમાં સ્લીપ થયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: