જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો ગામમાં ફસાયા છે, મઘરવાડા ગામમાં 22 લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે, NDRFની ટીમ દ્વારા રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે મઘરવાડા અને ડેરવાળ ગામ સંપર્ક વિહોણા બન્યા છે, વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્કયું કરવામાં આવી રહ્યું છે.


[[$googlead]]

જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદના કારણે રસાલા ડેમ ઓવરફલો થયો છે, ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, તો નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય પથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, બડોદરી, સાબરી, ઉતાવળી નદીઓ ગાંડીતૂર બની છે, ચંદીગઢ ગામમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે, શાળાઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હોવાની વાત પણ સામે આવી છે.

[[$alsoread]]

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પગથિયા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, પાણી ફરી વળતા ઝરણા વહેતા થયા છે. જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે અને અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, અંડરબ્રિજમાં કાર ફસાતા ભારે જહેમતે બહાર કઢાઇ છે.

જૂનાગઢના દાત્રાણા ગામમાં રેસ્ક્યું કરાયું ગ્રામજનોનું

જૂનાગઢના દાત્રાણા ગામમાં રેસ્ક્યું કરાયું ગ્રામજનોનું અને ગામમાં ફસાયેલા 15 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું છે, જૂનાગઢ ફાયર વિભાગે રેસ્કયું કર્યુ હોવાની વાત સામે આવી છે, મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી અને મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ છે.


  • Follow us on: