જૂનાગઢમાં આજે વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકયો છે, જેના કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે, મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે, ચિરોડા, સમઢીયાળા ગામના ખેતરો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક પણ ધોવાઈ ગયો છે.


[[$googlead]]

જૂનાગઢમાં ઘુડવડરથી રાયપુરનો રસ્તો બંધ

જૂનાગઢમાં ઘુડવડરથી રાયપુરનો રસ્તો બંધ થયો છે, વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો છે અને ડેમનું પાણી રસ્તા પર ફરી વળતા હાલાકી પજડી રહી છે, જૂનાગઢના કેશોદમાં વરસાદથી હાલાકી પડી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કૃષ્ણનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

[[$alsoread]]

જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ

જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, બગડુ નજીક આવેલ બંધૂકયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે, નદીમાં ઘોડાપૂરથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે, તો નીચાણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે, કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જૂનાગઢના વચ્ચેથી પસાર થાય છે કાળવા નદી અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઘોડાપૂરની સ્થતિ સર્જાઈ છે.

જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ

વરસાદથી મેઘલ નદીમાં આવ્યુ ઘોડાપૂર અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, માતર વાણીયાથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, સવારથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

જૂનાગઢમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં10 ઇંચ વરસાદ

મધુવંતી નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ કરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, દાત્રાણા–બગડું રસ્તા પરથી પાણી જતું હોય રસ્તો બંધ કરવામાં આવેલ છે, મેંદરડા–જૂનાગઢ રોડ ખુલ્લો છે અને વાહન અવરજવર ચાલુ છે, જૂનાગઢની શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે,  35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે, મેંદરડા ગામમાં આવેલ સ્મશાનની દિવાલ પડી ગઈ છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. 

  • Follow us on: