ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યાં છે. રાજ્યના કેટલાક જળાશયો ઓવરફ્લો થવાની સપાટી નજીક પહોંચ્યા છે. ત્યારે પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે વણાંકબોરી વિયર ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ વણાંકબોરી વિયર 222.75ની સપાટીએ પહોંચ્યો છે. વિયરમાં 8756 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


[[$googlead]]

મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નડિયાદમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે.બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીઓ અને વિયરમાં પાણીની પુષ્કળ આવક થવા પામી છે. જેના કારણે વણાંકબોરી વિયર ઓવરફલો થવાની સપાટીએ પહોંચ્યો છે. વણાકબોરી વિયર હાલ 222.75 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. વિયરમાં 8756 ક્યુસેક પાણીની આવક થતાં મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

[[$alsoread]]

આસપાસના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરાયા

મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરાયા છે. ગળતેશ્વરની મહિસાગર નદીમાં પણ પાણીની પુષ્કળ આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ખેડા જિલ્લામાં ઠાસરા, નડિયાદ અને ડાકોરમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જવાને કારણે નદી વહેતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને કારણે વણાંકબોરી વિયર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે.


  • Follow us on: