ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લાના કલેકટર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તેમજ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે, આ રજા એક દિવસ એટલે આજના દિવસ પૂરતી જાહેર કરાઈ છે, જો વરસાદ વધુ હશે તો આગામી સમયમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવી શકે છે.


[[$googlead]]

વરસાદની આગાહીને પગલે કચ્છમાં શાળાઓ બંધ

ભારે વરસાદની આગાહીને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને શાળા અને કોલેજો આજે કચ્છમાં બંધ રહેશે, વિધાર્થીઓને કોઈ તકલીફ ના પડે તેને લઈ તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય.

ખેડા જિલ્લામા સંભવિત પૂરને લઇને શાળાઓ બંધ

ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય ખેડા કલેકટરે કર્યો છે, ભારે વરસાદ વરસે અને વિધાર્થીઓ શાળામાં ફસાઈ ના જાય તે બાબતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

[[$alsoread]]

બનાસકાંઠામાં ભારે વરસાદને લઇને સ્કૂલો બંધ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, ખાનગી અને સરકારી બન્ને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કલેકટરે લીધો છે, નાગરિકોને તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા અપીલ પણ કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને ઘણા ગામડાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે, તો વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

મહેસાણામાં ભારે વરસાદને લઇને સ્કૂલો બંધ

મહેસાણા જિલ્લામાં કલેક્ટરે આજનો દિવસ સ્કૂલમાં રજા રહેશે તેવી જાહેરાત કરી છે, મહેસાણા જિલ્લામાં સ્કૂલ, કોલેજમાં શૈક્ષણિકકાર્ય બંધ રહેશે અને જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડી બંધ રહેશે તેવો આદેશ કલેકટરે કર્યો હોવાની વાત સામે આવી છે, હવામાન વિભાગે વરસાદની આગાહીને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ સૂઇગામમાં 14.17 ઇંચ વરસાદ, રાપરમાં 9.25 ઇંચ, ભાભરમાં 8.62 ઇંચ વરસાદ, થરાદમાં 7.83 ઇંચ, વાવમાં 7.8 ઇંચ વરસાદ, સાંતલપુરમાં 4.72 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ વરસાદ, દિયોદરમાં 4.21 ઇંચ, રાધનપુરમાં 4.13 ઇંચ વરસાદ, કપરાડામાં 4.13 ઇંચ વરસાદ, વ્યારામાં 4.06 ઇંચ વરસાદ, વલસાડમાં 3.74 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.54 ઇંચ વરસાદ, દહેગામમાં 3.43 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ, ડોલવણમાં 3.39 ઇંચ, વઘઇમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • Follow us on: