મહીસાગરમાં ભારે વરસાદથી પાનમ નદી બે કાંઠે વહી રહી છે, ઉપરવાસમાં વરસાદથી પાનમ નદીમાં નવા નીર આવ્યા છે, પાનમ નદીમાં પાણીની આવકથી ચેકડેમો ભરાયા છે અને પાનમ નદીમાંથી લુણાવાડા શહેરને પાણી પુરું પડાય છે.
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરકોલી દરવાજા, અસ્થાના બજાર, માંડવી બજાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, પાણીના નિકાલ માટે નગરપાલિકાની ટીમ કામે લાગી છે અને પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.
મહીસાગરમાં જિલ્લામાં ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોરમાં પણ વરસાદ પડયો છે, લુણાવાડા અને વીરપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે, લુણાવાડા-મોડાસા હાઇવે પર પાણી ભરાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ ખાબકયો છે, નર્મદાના નાંદોદમાં 9 ઈંચ વરસાદ, દાહોદમાં 7.56 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, પાવી જેતપુરમાં 7 ઈંચ, શહેરામાં 6.81 ઈંચ, ધમરપુરમાં 6.69 ઈંચ, વાપીમાં 6.18 ઈંચ, બારડોલીમાં 6 ઈંચ, વિરપુરમાં 6 ઈંચ, સિંગવડમાં 5.55 ઈંચ, મોડાસમાં 5.5 ઈંચ, મોરવાહડફમાં 5.40 ઈંચ, પારડીમાં 5.35 ઈંચ, ખેરગામમાં 5.20 ઈંચ, સોનગઢમાં 5.12 ઈંચ, લુણાવાડામાં 5.10 ઈંચ, ગોધરામાં 5.10 ઈંચ, વ્યારા,ગરુડેશ્વર, લીમખેડામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.









