બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે. રૂપેણ નદી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડ્યો હતો, ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણી આવતા દેલવાડા, સાપાવાડા સહિતના ગામ લોકો જોવા પહોંચ્યા હતા. રૂપેણ નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ જોવા મળ્યો છે. પશુઓ માટે પીવાના પાણીનો પ્રશ્ન હળવો થવા સાથે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે.
રૂપેણ નદી બે કાંઠે વહી રહી
તારંગાની ટેકરીઓના ટુંગા સ્થળેથી નીકળી પશ્ચિમ દિશાએ આવેલા કચ્છના નાના રણમાં આ નદી સમાઇ જાય છે. સમુદ્રને મળતી ન હોવાથી કુંવારી નદી તરીકે ઓળખાવામાં આવે છે. આ નદીની કુલ લંબાઈ 135 કિમી જેટલી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા છે. ભારે વરસાદથી નદીઓ પોતાના કાંઠા વટાવી ગઈ છે. જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ
રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. રૂપેણ નદી બે કાંઠે થતા આસપાસના વિસ્તારમાં ખુશી જોવા મળી છે. આ નદીથી લોકોને પીવાના પાણી અને ખેતી માટેના પાણીનો પ્રશ્નનો હલ આવશે. આ નદીની કુલ લંબાઈ 135 કિમી જેટલી છે. દેલવાડા, સાપાવાડા સહિતના ગામડાઓ માટે આ નદી પાણી પુરૂ પાડે છે.