અરવલ્લીના ભિલોડામાં જૂનુ ભવનાથ મંદિર પાણીમાં ગરકાવ થયું છે અને જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હરણાવ ડેમનું પાણી છોડાતા મંદિરમાં પાણી ઘૂસ્યા છે, તો દર્શનાર્થીઓ માટે મંદિર હાલ બંધ કરવામાં આવ્યું છે, મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


[[$googlead]]

ભીલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા

અરવલ્લીના ભિલોડામાં આવેલ જૂના ભવનાથ મંદિરમાં ડેમના પાણી ઘુસી ગયા હોવાની વાત સામે આવી છે, જેમાં સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું છે, હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી પાણી ફેલાઈ ગયું છે, આ બધાની વચ્ચે ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા છે અને મહાદેવના મંદિરમાં જળાભિષેક થવા જેવો માહોલ ઉભો થયો છે, આસપાસના ગામના લોકો મંદિરની આસપાસ ઉમટી રહ્યાં છે.

[[$alsoread]]

શામળાજીમાં મેશ્વો ડેમની પ્રોટેક્શન વોલ તૂટી

ભારે વરસાદ બાદ ડેમની પ્રોટેક્શન વોલ તૂટી છે, તો સ્થાનિકોએ પ્રોટેકશન વોલની ગુણવત્તા સામે અનેક સવાલ ઉભા કર્યા છે, RCC કે સળીયા વગર કામગીરી કર્યાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, વોલ તૂટ્યા બાદ માત્ર માટીથી પુરાણ કરતા રોષ જોવા મળ્યો છે, ડેમ કિનારેથી દરરોજ 40 ગામના લોકોની અવરજવર થાય છે.

અરવલ્લીમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ

અરવલ્લીમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ જોવા મળ્યું છે, મોડાસા શામળાજી ઉદયપુર હાઇવે પર ખાડા પડયા છે, હાઈવે પર ખાડા પડતા પદયાત્રીઓ પરેશાન થયા છે, ખાસ કરીને અંબાજી જતા પદયાત્રીઓને ભારે હાલાકી પડી રહી છે, ખાડા પડતા વાહનચાલકો પણ પરેશાન થયા છે, વાહન ખાડામાં પછડાતા વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની અસર

શામળાજીનો મેશ્વોડેમ આજે પણ ઓવરફ્લો થયો છે, નદી કિનારાના 27 ગામોને કરાયા સતર્ક, શામળાજીમાં મેશ્વો નદીના પાણી ખેતરમાં ફરી વળ્યા છે અને ખેરંચા ગામ પાસે ખેડૂતોમાં નદીના પાણી ફરી વળ્યા છે, મેશ્વો નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો પર પાણી ભરાયા છે અને કોઝવે પર પાણી ફરી વળતા પણ પશુપાલકો પરેશાન થયા છે.

  • Follow us on: