સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે ડેમની સપાટીમાં 15 સેમીનો વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમના 15 દરવાજા ખોલી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમમાં પાણીની આવક 3.27 લાખ ક્યુસેક છે. નદી કાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 3,27,544 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની જાવક 2.96,875 ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી છે. દર કલાક માં 15 સેમીનો વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે.
ડેમના 15 દરવાજા ખોલી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું
નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 7997.90 MCM છે. પાણીની આવક થતા RBPH 5 ટર્બાઇન અને CHPH ના 2 ટર્બાઇન ચાલુ છે. નર્મદા ડેમ 81.50 ટકા ભરાયો છે. નદી કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણ વાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. લોકોને નદીના તટમાં ન જવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.









