પાલનપુરમાં ગત રોજ ગાજવીજ સાથે વરસાદ પડયો. ગતરોજ રાત્રિના સમયે પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. પાલનપુરમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા-ભડાકા થતા લોકો ચિંતિત થયા. પાલનપુરના રતનપુર ગામમાં વીજળી પડતા મંદિરને મોટું નુકસાન થયું.  રતનપુરમાં શિવ મંદિર પર વીજળી પડતાં શિવલિંગના કટકા થઈ ગયા. સદનસીબે આ સમયે મંદિરમાં કોઈ વ્યક્તિ ના હોવાથી મોટી જાનહાનિ ટળી.


[[$googlead]]

પાલનપુરમાં વરસાદે મચાવી તબાહી

રાજયમાં ચોમાસાના આરંભે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવતા રસ્તાઓ અને વિસ્તારો જળમગ્ન થયા છે. જ્યારે નદીઓ અને ડેમના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગતરોજ પાલનપુરમાં વરસાદે તબાહી મચાવતા એક મંદિર પર વીજળી પડી હતી. મંદિર પર વીજળી પડતા જ શિવલિંગના કટકા થયા. પાટણમાં એક યુવકની વીજળી પડવાથી મોત થવાની ઘટના સામે આવી છે. ઉનાળાની ગરમીના પ્રકોબ બાદ વરસાદી આફતનો કહેર રાજ્યમાં વરતાઈ રહ્યો છે.

[[$alsoread]]

આગામી દિવસોમાં વરસાદનું ઘટશે જોર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતી કાલે 26 જૂન શુક્રવારના રોજ વાવાઝોડાં સાથે વરસાદ ખાબકી શકે છે. શુક્રવારના દિવસે અષાઢી બીજના દિવસે રાજ્યભરમાં રથયાત્રાની ઉજવણી થશે. દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ રથયાત્રાની ઉજવણીના રંગમાં ભંગ પાડી શકે છે. IMDના જણાવ્યા અનુસાર શુક્રવાર પછી વરસાદનું જોર ઘટશે. અને ત્યારપછીના દિવસોમાં પાલનપુરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

  • Follow us on: