ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદીઓ તથા ડેમમાં પાણીની આવક જોવા મળી છે. તેવામાં પંચમહાલના દેવ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમમાં સતત પાણીની આવક વધતા દેવ ડેમના ચાર દરવાજા ખોલવામં આવ્યા છે. ડેમના ચાર દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 3754 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે.
દેવ ડેમના ચાર દરવાજા ખોલવામં આવ્યા
પંચમહાલના દેવ ડેમના ચાર દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. પંચમહાલના દેવડેમના ચાર દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. દેવનદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું
દેવડેમના દરવાજા ખોલી દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવડેમના 3,4,5,6,નંબરના ગેટ ખોલી 3754 જેટલું ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત પડેલા વરસાદના કારણને દેવડેમમાં પાણીની આવક થઈ રહી છે. દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવતા દેવ નદીમાં પાણીની આવક જોવા મળી છે. વાઘોડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવ નદી કિનારાના ગામોના રહીશોને નદી કિનારા વિસ્તારોમાં ન જવાની સૂચનાઓ આપવામા આવી છે.









