પંચમહાલના જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. પાનમ ડેમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે. હડફ ડેમમાંથી 26880 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. જિલ્લાની જીવાદોરી સમાન બન્ને ડેમ ભરાયા છે.


[[$googlead]]

પાનમ ડેમ અને હડફ ડેમમાંથી પાણી છોડાયું 

[[$alsoread]]

મોરવા હડફ ડેમ અને પાનમ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે. પાનમ ડેમમાંથી 1,65131 ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 26880 ક્યુસેક પાણી છોડાયું છે. બંને ડેમમાં પાણીની ભરપૂર આવકને લઇ ડેમ સંપૂર્ણ ભરાયા છે. પાનમનું ડેમના રૂલ લેવલ 127.36 મીટરની સામે ડેમ હાલ 127.20 મીટર સુધી ભરાયો છે. હડફ ડેમનું રૂલ લેવલ 166.02 મીટરની સામે ડેમ હાલ 165.85 મીટર ભરાયો છે. ડેમમાંથી પાણી છોડાતા નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

નદીના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા

જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બંને ડેમમાં પાણીની આવક જોવા મળી છે. બંને ડેમ ભરાઈ જતા ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમ અને હડફ ડેમ જિલ્લાની જીવાદોરી છે. આ બંને ડેમથી આસપાસના લોકોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. બંને ડેમ ભરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.


  • Follow us on: