પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, રસ્તા પર બે ફૂટ કરતા પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પંચમહાલના શહેરામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.


[[$googlead]]

હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાનીનો વારો આવ્યો છે, પાણી દુકાનમાં ઘુસી જતા દુકાનમાં રહેલ માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ એસટી બસ પણ પાણીમાં ખોટકાતા મુસાફરોને બસમાંથી બહાર કાઢવાનો વારો આવ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.

[[$alsoread]]

પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ

પંચમહાલમાં ભારે વરસાદના કારણે સિંધવાઇ તળાવ ઓવરફ્લો થયું હોવાની વાત સામે આવી છે, હાલોલમાં ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી સિંધવાઇ મંદિરમાં ફરી વળ્યા છે, મંદિરમાં એક ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે, પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા ડેમ તથા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, પંચમહાલના હાલોલમાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પંચમહાલના શહેરામાં 5.51 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.


  • Follow us on: