પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે અને મેઈન બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટુ નુકસાન થયું છે અને વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે, લોકો દુકાનમાંથી પાણી રોડ પર ઠાલવી રહ્યાં છે, હાઇવે ચોકડીથી રાજગઢી માર્ગ પર ભરાયા પાણી.


[[$googlead]]

પાટણના સાંતલપુરમાં મૂશળધાર વરસાદ

પાટણના સાંતલપુરમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, સાંતલપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, વૌવા, બકુત્રા, દાત્રાણા ગામ પાણીમાં ગરકાવ થયા છે અને રણમલપુરા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે, ગામમાં 5 ફૂટથી વધુ પાણી વહી રહ્યા છે અને પાણી ભરાતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે.

[[$alsoread]]

રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ

રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, મશાલી રોડ પર ઢીંચણસમા ભરાયા વરસાદી પાણી અને ધારાસભ્ય લવિંગજી ઠાકરોના વિસ્તારમાં પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, રાધનપુરના 6 થી વધુ ગામ અને 15 સોસાયાટીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.

રાધનપુરમાં રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા

રાધનપુરમાં રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે, હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, ઢીંચણસમા પાણી ભરાતા દર્દીઓ અને સગાઓને હાલાકી પડી રહી છે, પાણી ભરાતા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડી રહી છે.

  • Follow us on: