પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, પદમનાથથી રામનગરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો પોકળ સાબિત થઈ છે, રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને રસ્તા પર અનેક વાહનો બંધ પડી જતા ટ્રાફિકજામ સર્જાયો છે.


[[$googlead]]

પાટણના પદમનાથથી રામનગર સહીત પાંચ ગામને જોડતા રોડ પર ભરાયા પાણી

પાટણના પદમનાથથી રામનગર સહીત પાંચ ગામને જોડતા રોડ પર પાણી ભરાયા છે, પાટણમાં વહેલી સવારે માત્ર 45 મીમી વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, પાટણ નગરપાલિકાની પ્રિ મોન્સૂનની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને તેના કારણે શહેરીજનોને વરસાદી પાણીનો સામનો કરવો પડયો છે, કલાકો સુધી વાહન ચાલકો ને પડી રહી છે મુશ્કેલીઓ, કેટલાક વાહન ચાલકોના વાહનો રોડ પર ભરાયેલા પાણીમાં બંધ પડતા તેને ત્યાં જ મૂકી દેવામાં આવ્યા હતા.

[[$alsoread]]

પાટણમાં વીજળી પડતા યુવકનું મોત

પાટણના મંડાત્રી ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે, વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, તો મૃતક યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે.

માત્ર બે કલાકના વરસાદથી પાટણ નગરપાલિકાના કામોની ખુલી પોલ

પાટણમાં બે કલાક વરસાદ વરસ્યો અને અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, પાટણના અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, વાહન ચાલકો તેમજ સોસાયટીમાં રહેતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે, લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ રોડ પર પાણી ભરાતા કલાકો સુધી વાહન ચાલકો તેમજ સોસાયટીના રહીશોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે.

 

  • Follow us on: