પોરબંદર જિલ્લામાં સર્વત્રે મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં વરસાદી માહોલ જામતા 24 કલાક દરમિયાન 1થી5 ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 3 તાલુકામાંથી 2 તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાણાવાવ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું. ભારે વરસાદને પગલે જિલ્લામાં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. 


[[$googlead]]

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

જિલ્લાના ત્રણ માંથી બે તાલુકામાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઘેડ પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. અને રસ્તાઓ જળમગ્ન થતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ખેડૂતો સારા વરસાદને પગલે ખુશ થઈ રહ્યા છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. અવિરત વરસાદના કારણે ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થતા ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ જોવા મળી.

[[$alsoread]]

વરસાદ ખાબકતા લોકોને હાલાકી

રાણાવાવ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર થયા છે. ધોધમાર વરસાદના કારણે લોકોને પોતાના રોજિંદા કામ કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે માધવપુરમાં મેળાનું ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ. સ્થિતિને ઘ્યાનમાં રાખીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.


  • Follow us on: