રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી ખાતે વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, રાજકોટમાં સામન્ય વરસાજ પડે તો પણ પાણી ભરાવાની સમસ્યા શરૂ થાય છે.
રાજકોટમાં વહેલી સવારથી વરસાદ
રાજકોટના પીડી માલવીયા, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, પડધરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના પાને જીવતદાન મળ્યું છે. શહેરના યાજ્ઞિક રોડ, જામનગર રોડ, રેસકોર્સ, કાલાવડ રોડ ઉપર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ છે, મવડી, નાના મવા, યુનિવર્સિટી રોડ ઉપર વરસાદના કારણે વાહનો પણ પાણીમાં બંધ પડયા છે. અને રાજકોટ જામનગર હાઇવે, રાજકોટ મોરબી હાઇવે, 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
રાજકોટના પી.ડી માલવીયા ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ
રાજકોટના પડધરી તાલુકાના સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, સારા વરસાદના પગલે ખેડૂતોને ફાયદો થશે કપાસ, મગફળી સોયાબીન અને કઠોળ પાકને ફાયદો થશે અને ખેડૂતોએ પિયત માટેની શરૂઆત કરી ત્યાં જ વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, એક તરફ આજે ગણેશ વિસર્જન તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાંજ સુધીમાં શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.









