ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સુરતના ઓલપાડમાં ડભારી દરિયો તોફાની બન્યો છે. ભાગીવાડી પાસે ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ મોજા ઉછળ્યા હતા. દરિયામાં ભારે કરંટ જોવા સહેલાણીઓ ઉમટ્યા હતા.
દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. શહેરમાં સતત અનરાધાર વરસાદના કારણે નદી નાળા છલકાયા તો કયાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યાં તોફાની વરસાદ સાબરકાંઠા, દ્વારકા અને ડાંગમાં જઈ પહોંચ્યા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે.
સુરતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું
હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ દ્વારકા,પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું જોર જોવા મળશે. જ્યારે જામનગર અને કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. અરબ સાગરમાં અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા જૂલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.









