સુરતમાં ખાડીપૂરના પાણી સોસાયટીમાં ભરાયા હોવાની વાત સામે આવી છે, તંત્રના પાપે નાગરિકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, વાલકનગરમાં પૂરના પાણી ભરાવાથી હાલાકી પડી રહી છે, તંત્રના પાપે નાગરિકોએ નુકસાની ભોગવી પડી છે, લોકોના ઘરમાં તો પાણી ભરાયા છે સાથે સાથે દુકાનોમાં પણ પાણી ભરાવા લાગ્યા છે, સોસાયટીના લોકો ઘરની સાફસફાઇમાં લાગ્યા છે.


[[$googlead]]

ખાડીપૂરનું પાણી સોસાયટીમાં ભરાયું

સુરતમાં સતત બે દિવસથી તંત્રના પાપે સીમાડા નાકા પાસે આવેલ વાલક નગરમાં ખાડીપૂરનું પાણી સોસાયટીમાં ભરાયા છે, તે પાણી હવે ધીરે ધીરે ઉતરી રહ્યું છે અને સોસાયટીના લોકો પોતાના ઘર તરફ કૂચ કરી ઘરની સાફ-સફાઈમાં લગાયા છે, ત્યારે આજે તંત્રને પણ સમય મળ્યો છે, અને તંત્ર પણ અહીં આવી ડ્રેનેજ લાઈનનું ઢાકણ શોધી રહ્યું છે, તંત્ર દ્વારા અગાઉ કોઈ પણ પ્રકારના સાવચેતીના પગલા લેવાયા નથી જેના કારણે પાણી ફરી વળ્યા છે.

[[$alsoread]]

સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે મેયર બચાવની મુદ્રામાં

એક તરફ સુરતમાં પાણી ભરાયા છે બીજી તરફ મેયર પણ તંત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મેયરનું કહેવું છે કે, એક સાથે 16 ઇંચ વરસાદ પડે તો આવું થાય, જૂન-જુલાઇનો વરસાદ એકસાથે પડી ગયો છે અને સરથાણાના પ્રમુખ પાર્ક, વાલકનગરમાં પાણી ઓસર્યા છે અને વિવિધ વિસ્તારોમાં તંત્ર કામે લાગ્યું છે તેવું નિવેદન મેયરનું છે.

સુરતમાં ખાડીપુરમાં લોકો મુકાયા હાલાકીમાં

સુરતની અનેક સોસાયટીઓમાં બે દિવસથી પાણી ભરાયેલી સ્થિતિમાં છે, પાણી ઉતરવાના શરુ થયા પણ પરેશાની યથાવત છે, કેટલાક લોકોએ પોતાના ઘરની સફાઇ શરુ કરી છે અને મનપાના કર્મચારીઓને ડ્રેનેજનું ઢાંકણું ન મળ્યું, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વરસાદમાં નહી પણ દર વરસાદમાં આ રીતે પાણી ભરાય છે.


  • Follow us on: