સુરતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સ્માર્ટ સીટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચારેય તરફ પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્રની પ્રિ-મોન્સૂનની પોલ વરસાદી પાણીએ ખોલી નાંખી છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. તો આ તરફ, તંત્ર સતર્ક થતા તમામ મદદ પહોંચાડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.


[[$googlead]]

સુરત થયું પાણી-પાણી

સુરતના બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાની બેટિંગમાં સમગ્ર વિસ્તારો જળમગ્ન થયા છે. તો ધમડોટ ગામની માનસરોવર સોસાયટીના 70થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોના ઘરમાં મોટા પાયે નુકસાન થયુ છે. માનસરોવર સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોના હાલ બેહાલ થયા છે. અને જનજીવન ખોરવાયુ છે. તો બીજી તરફ, ઘર વખરી પાણીમાં ડૂબી છે. અને કિચડોના થર જામ્યા છે. વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો બન્યા છે. અધૂરી કામગીરીના કારણે લોકોમાં વહીવટી તંત્ર પત્યે આક્રોશ જોવા મળ્યો છે.

[[$alsoread]]

મેઘરાજાની તોફાની બેટિંગ

રાજ્યમાં એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા ખેતરોમાં નુકસાન થયુ છે. આ પાક નુકસાનના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેતરોના હાલ જળાશયો જેવા બન્યા છે. તો બીજી તરફ, અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ગામડાઓમાં તંત્રની મદદ પહોંચાડવી મુશ્કેલ સાબિત થઇ રહી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇને તંત્રએ તુરંત તજવીજ હાથ ધરી છે. 

  • Follow us on: