સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના કિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પણ જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ શહેરના ગીતા નગરમાં ખાડીપુરના પાણી ભરાઈ જવાથી સોસાયટીઓમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં ફાયર વિભાગે તેનું રેસ્ક્યૂ કર્યું હતું.


[[$googlead]]

ખાડીપુરના પાણી હજી સુધી ઓસર્યા નથી

સુરત શહેરના ગીતાનગર વિસ્તારમાં ખાડીપુરના પાણી હજી સુધી ઓસર્યા નથી. ગીતાનગરની સોસાયટીઓ અને ચાલીઓમાં ખાડીપુરના પાણી ભરાઈ જવાથી લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ જવું પડે તેમ હતું. આ દરમિયાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલા ફાયર વિભાગના જવાનોએ બોટ મારફતે મહિલાનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.

[[$alsoread]]

ખાડીપુરના પાણી શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં ભરાઈ ગયાં

સુરતમાં છેલ્લા ચારેક દિવસથી ખાડીપુરના પાણી શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં ભરાઈ ગયાં છે. જેના કારણે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના કિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. કિમ વિસ્તારના હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં ગર્ભગૃહ પણ પાણીમાં ગરકાવ થયો છે.


  • Follow us on: