સુરતની જીવાદોરી સમાન તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, નવા નીરની આવક થતા નદી હાલ બે કાંઠે વહી રહી છે, તાપી નદીનો આકાશી નજારો આવ્યો સામે, તાપી નદીની સપાટી 6.57 મીટર પર પહોંચી છે અને તાપી નદીની ભય જનક સપાટી 6 મીટર છે.


[[$googlead]]

ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક

ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે, ડેમની હાલની જળ સપાટી 320.47 ફૂટે પહોંચી છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, મહત્વનું છે કે, દર વર્ષે વરસાદના સમયે તાપી નદી બે કાંઠે વહેતી હોય છે અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર-હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

[[$alsoread]]

સુરતની તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ

સુરતમાં નવા નીરથી બે કાંઠે વહી ઉઠી સુર્ય પુત્રી તાપી નદી,સાથે સાથે તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો છે,સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે,હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને પગલે તાપી નદીમાં આવી રહ્યા છે નવા નીર.ઉકાઈ ડેમમાંથી છોડાયેલુ પાણી સુર્ય પુત્રી તાપી નદીમાં આવે છે.


  • Follow us on: