સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે અને ઉધના, લિંબાયત રેલવે ગરનાળામાં ભરાયા પાણી, તો સ્થાનિકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, સુરતમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સુરતમાં સામાન્ય વરસાદ પડે છે તો પણ પાણી ભરાઈ જાય છે.
સુરતમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તથા સ્થાનિકોને હાલાકી
સુરત શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સુરત-નવસારી મેઇન રોડ પર વરસાદી પાણી ભરાયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વરસાદમાં આજ રીતે અહીયા પાણી ભરાય છે અને તેમાંથી પસાર થઉ પડે છે, પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે સ્થાનિકોએ માગ ઉચ્ચારી છે, કોર્પોરેશનના સત્તાધીશોને ખબર છે તેમ છત્તા પાણીનો નિકાલ કરતા નથી, તો ઘણા વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા છે.
પાલિકા તંત્રના થીંગડા મારવાના પ્રયાસ પૂરતા ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે
ચોમાસું અને તહેવારોની સાથે ખાડાની મોસમ પણ પૂરબહારમાં ખીલી હોય શહેરના અનેક માર્ગોની સૂરત બગડી ગઈ છે. જે અંતર્ગત ઊબડખાબડ માર્ગો અને ખાડાને કારણે રાંદેર ગામતળના લોકો એટલી હદે પરેશાન થયા છે કે પાલિકા તંત્રની આંખ ઉઘાડવા માટે ફરિયાદો કરી છે. રાંદેર ગામતળમાં ઝંડા ચોક, નિશાળ ફળિયું, સોની ફળિયા, પાછા હાટડી સહિતના વિસ્તારોમાં ખાડા, ઊબડખાબડ માર્ગોની મોકાણ દેખાઇ છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા અને રાંદેર ગામતળના ઝંડા ચોક, નિશાળ ફળિયું. મણિભદ્ર મંદિર રોડ, રાંદેર પીપલ્સ બેંકની આસપાસનો વિસ્તાર, સોની ફળિયા, પાછા હાટડી જેવા વિસ્તારોમાં ઠેરઠેર ખાડા પડયા હોવાની ફરિયાદ પાલિકા તંત્રને કરવામાં આવી છે.









