સુરતમાં તાપી નદી પરના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક થઈ છે, તાપી નદીમાં નવા નીર આવતા જળ સપાટીમાં વધારો થયો છે, તાપી નદીએ કોઝવેની ભયજનક સાપાટી વટાવી છે.
તાપી નદી પરના કોઝવેની ભયજનક સપાટી 6 મીટરે પહોંચી
તાપી નદી પરના કોઝવેની ભયજનક સપાટી 6 મીટરે પહોંચી છે, હાલ તાપી નદી 6.55 મીટરની સપાટીએ વહેતી થઇ છે, ઉકાઇ ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે, તાપી નદીમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈડેમની જળ સપાટી 327.25 ફૂટ પર પહોંચી છે, તાપી નદીમાં નવા નીર આવતા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.
તાપી નદી બે કાંઠે વહેતી થઈ
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, ઉપરવાસમાં સારો વરસાદ થતા નદીમાં નવા નીરની આવક થઈ છે, સુરતમાં તાપી નદી પરનો કોઝવે પાણીથી ભરાઈ ગયો છે, અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, સુરત શહેરમાં પણ વહેલી સવારથી સારો વરસાદ થયો છે, અને તંત્રએ કોઝવે પરનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરી દીધો છે, સુરતમાં તેમજ સુરતના ઉપરના જિલ્લાઓમાં જયારે સારો વરસાદ થતો હોય છે ત્યારે સુરતની તાપી નદીના કોઝવે પર પાણી ભરપૂર માત્રામાં આવતું હોય છે.









