સુરતમાં અનરાધાર વરસાદે સ્માર્ટ સીટીની સુરત બગાડી છે. અહીં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં પાણી ભરાતા ઘરોમાં મુકવામાં આવેલી વસ્તુઓને નુકસાન પહોંચ્યુ છે. અને કિચડના થર જામ્યા છે. સુરતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી છે. પ્રિ-મોનસૂનની કામગીરીના નામે ખાનાપૂર્તિ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.


[[$googlead]]

સુરત થયું બદસુરત

સુરતના સરથાણામાં વરસાદથી ભારે તારાજી સર્જાઇ છે. પ્રમુખપાર્ક સોસાયટીમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. સ્થાનિક વિસ્તારોમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થવા છતાં અહીં ધારાસભ્ય કે કોર્પોરેટરો ફરક્યા નથી. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અમારા ઘરમાં પાણી ઘૂસ્યા, નુકસાન થયું છે, અમારી નુકસાની સરકાર સુધી પહોંચશે કે નહીં. સુરતનું સ્માર્ટ સિટીનું તંત્ર પાણી ભરાતા ગાયબ થઇ ગયુ છે. ધારાસભ્ય અને કોર્પોરેટરો હજી સુધી જોવા આવ્યા નથી.

[[$alsoread]]

સ્થાનિકોમાં રોષનો માહોલ

સુરત મેટ્રો સીટીમાં થોડા વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે હજુ આખું ચોમાસુ સિઝન બાકી છે. તંત્રના પોકળ દાવા સામે રોષનો માહોલ ઉભો થયો છે. તંત્ર સફાળું જાગીને રહીશોને મદદ પહોંચાડે તેવી માગ કરવામાં આવ રહી છે. વરસાદી પાણીનો નિકાલ વહેલી તકે કરવા માટે મનપાએ કામગીરી હાથ ધરી છે. 

  • Follow us on: