ઝાલાવાડનો ભાલ પંથક જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં પાણી ફરી વળ્યા છે. આણંદપુર, કમાલપુર, હડાળા, દેવપરા, મોટા ત્રાડીયા સહિતના પંથક બેટમાં ફેરવાયા છે. 5 વર્ષ બાદ ભાલના ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે. આ વર્ષે ઘઉં, ચણાનું ઉત્પાદન વધશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
ભાલ પંથક જળબંબાકાર
લીંબડી ધંધુકાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં પાણી ફરી વળ્યા છે. ભાલ પંથકએ સમગ્ર દેશમાં ભાલીયા ઘંઉ ચણાના ઉત્પાદન માટે જાણીતો છે. ધંધુકાના ઉપરવાસમાં ગત રાત્રે વરસેલા ભારે વરસાદના પૂરના પાણી આણંદપુર, કમાલપુર, હડાળા, દેવપરા, મોટા ત્રાડીયા સહિતના ગામડાઓમાં ફરી વળતા ભાલ પંથક જાણે બેટમાં ફેરવાયો છે. પાંચ વર્ષ બાદ આ વર્ષે ભાલના ખેતરો પાણીથી છલોછલ ભરાતા આ વર્ષે ખેતરોમાં ઘંઉ અને ચણાનું ઉત્પાદન વધશે એવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.
ખેતરો પાણીથી છલોછલ
ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદના પગલે ખેડૂતો પણ આ વર્ષે ખુશ જોવા મળી રહ્યા છે.ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં પાણી ફરી વળ્યા છે. ભાલ પંથકએ સમગ્ર દેશમાં ભાલીયા ઘંઉ ચણાના ઉત્પાદન માટે જાણીતો છે. પાંચ વર્ષ બાદ આ વર્ષે ભાલના ખેતરો પાણીથી છલોછલ ભરાતા આ વર્ષે ખેતરોમાં ઘંઉ અને ચણાનું ઉત્પાદન વધશે એવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.









