બનાસકાંઠાના થરાદમાં ગત શનિ-રવિવારે પડેલા અતિભારે વરસાદ બાદ સમગ્ર પંથકમાં જળબંબાકાર સર્જાયું છે અને આજે વરસાદ બંધ હોવા છતાં ત્રણ દિવસથી વરસાદી પાણીનો હજું નિકાલ થયો જ નથી જેથી લોકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનમે જીવનજરુરીયાતની ચીજો પણ પુરતી મળી શકી નથી.


[[$googlead]]

પાણીનો નિકાલના થવાની સમસ્યા યથાવત્

થરાદમાં વરસાદ બંધ છતાં પાણીનો નિકાલના થવાની સમસ્યા યથાવત્ છે. ભારે વરસાદ બાદ પૂરે થરાદમાં તારાજી સર્જી છે અને પાણી ભરાઇ જવાના કારણે અનેક સોસાયટીઓમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. થરાદની કૃષ્ણાનગર સોસાયટી તો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.

હજું પણ ચારથી પાંચ ફૂટ વરસાદી પાણી દરેક વિસ્તારમાં ભરાયેલા

હજું પણ ચારથી પાંચ ફૂટ વરસાદી પાણી દરેક વિસ્તારમાં ભરાયેલા છે જેથી લોકોને જીવનજરુરી ચીજવસ્તુઓ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો ચારથી પાંચ ફૂટ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે

[[$alsoread]]

લોકો ને જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ખાવાપીવા ચીજોની મોટી મુશ્કેલી

સોસાયટીઓના લોકો ને જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને ખાવાપીવા ચીજોની મોટી મુશ્કેલી પડી રહી છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરો પુરમાં ફસાયેલા લોકોને જમવાનું પહોંચાડવાની સેવા કરી રહ્યા છે પણ તેમને પણ ચાર ફૂટ વરસાદી પાણીમાંથી જીવ ના જોખમે જવું પડે છે.

પાણીનો નિકાલ કરવામાં સ્થાનિક નગરપાલિકાનું તંત્ર ઉણુ ઉતર્યું

થરાદ નગરપાલિકા ની બેદરકારી ના કારણે કોઈ વ્યવસ્થા નહીં થતાં સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ બંધ હોવા છતાં પાણીનો નિકાલ કરવામાં સ્થાનિક નગરપાલિકાનું તંત્ર ઉણુ ઉતર્યું છે અને તેના કારણે લોકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • Follow us on: