[[$googlead]]
રાજ્યમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થતાં સર્વત્ર દરિયા જેવી સ્થિતી જોવા મળી રહી છે. વીતેલા 24 કલાકમાં બનાસકાંઠાના સુઇગામમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે નડાબેટનું રણ દરિયામાં ફેરવાઇ ગયું છે. રણમાં ભારે વરસાદ પડ્યો છે અને તેનાથી બનાસકાંઠાનો સરહદી વિસ્તાર જળબંબાકાર બન્યો છે. બચાવ અને રાહત કામો માટે નિકળેલા જિલ્લા કલેક્ટર પણ વાવ થરાદ હાઇવે પર ધસમસતા પાણીનો પ્રવાહ હોવાથી રસ્તામાં જ અટવાઇ ગયા હતા.

સરહદી વિસ્તારો જળબંબાકાર


બનાસકાંઠાના સરહદી વિસ્તારો જળબંબાકાર થયા છે. બારે મેઘ ખાંગા થયા હોવાથી વાવ, થરાદ, સુઈગામ અને તેની આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર અટવાયા હતા. હાઇવે ઉપર નાના વાહનો પસાર ના થઇ શકે તેવો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. કલેક્ટરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાના કારણે 12 ગામો સંપર્ક વિહોણા થયા છે અને 289 ગામોમાં વીજળી ગુલ થઈ છે. તેમણે કહ્યું કે બચાવ અને રાહત કાર્યો ચાલી રહ્યા છે અને NDRFની 1 અને SDRFની 2 ટીમો તૈનાત છે.

13 ગામોમાં રસ્તાનો સંપર્ક તૂટી ગયો


જિલ્લા કલેક્ટરે કહ્યું કે અન્ય જિલ્લામાંથી NDRF, SDRFની ટીમો બોલાવાઇ છે અને 13 ગામોમાં રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું કામ પ્રાયોરિટીમાં છે તેમ તેમણે કહ્યું હતું.


કલેકટર તેમજ તંત્રની ગાડીઓ રસ્તામાં રોકવામાં આવી


અતિ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે બનાસકાંઠા વહીવટી તંત્રની થરાદ ખાતે બેઠક મળી હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્ર નો કાફલો વાવ જવા રવાના થયો હતો પણ વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર તેમજ તંત્રની ગાડીઓ રસ્તામાં રોકવામાં આવી હતી અને વાવ થરાદ હાઇવે પાણીમા ગરકાવ થતા તંત્રનું જવું મુશ્કેલ બન્યું હતું જેથી જિલ્લા કલેકટર એસપી અને ડીડીઓએ પોતાની ગાડીઓ છોડી હતી અને રેઇનકોટ પહેરી કલેકટર એસપી અને ડીડીઓ પ્રાઇવેટ ગાડીમાં ભરાયેલા વાવ જવા નીકળ્યા હતા

  • Follow us on: