ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે અને અત્યારે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે મધ્ય ગુજરાતના ગામડાઓ જળબંબાકાર બન્યા છે. નર્મદા નદીમાં તથા મહિ નદીમાં છોડાયેલા પાણીથી નદીકાંઠાના ગામોમાં પાણી ઘુસ્યા છે તો દેવ અને ઢાર નદી પણ જળબંબાર વહી રહી છે અને તેના પાણી પણ આસપાસના ગામોમાં તથા ખેતરોમાં ફરી વળ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.


[[$googlead]]

ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નર્મદા નદીના વડોદરા, ભરુચ અને નર્મદાના 27થી વધુ ગામોને ગઇ કાલે જ સતર્ક રહેવા જણાવાયું હતું. ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને અત્યારે ભયજનક સપાટી વટાવી 25 ફૂટે વહી રહી છે . નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાતે ગયા છે અને કલેક્ટરે અધિકારીઓએ જરૂરી સૂચનાઓ આપી પગલા લેવા જણાવ્યું છે.

ભરુચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા

આ તરફ ભરુચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા છે અને રુનાડે ગામે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે. જેથી લોકો પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરી રહ્યા છે.

[[$alsoread]]

મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ

ડેમમાંથી પાણી છોડાતા આણંદમાં મહીસાગર નદી બેકાંઠે થઇ છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી બેકાંઠે જોવા મળી રહી છે. ઉમેટા નજીક મહીસાગર નદીમાં નવા નીરની આવક થઇ છે અને ઉમેટામાં મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે

 કીમ નદી વોર્નિંગ લેવલને પાર

ઉપરાંત સુરતમાં કીમ નદી વોર્નિંગ લેવલને પાર થઇ ગઇ છે. નદીએ વોર્નિંગ લેવલ 11 મીટર સપાટી વટાવી છે. કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે જેથી માંગરોળ,ઓલપાડ તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.

ડભોઇમાં દેવ અને ઢાઢર નદી ગાંડીતૂર

ભારે વરસાદ અને છોડાયેલા પાણીના કારણે ડભોઇમાં દેવ અને ઢાઢર નદી ગાંડીતૂર બની છે. દેવ ડેમમાંથી 12700 ક્યુસેક પાણી છોડાયું જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દંગીવાળા,મગનપુરાના મુખ્યમાર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે પરિણામે સાતથી આઠ જેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે.

ડભોઈના નારણપુરા ગામે પણ નદીના પાણી ઘૂસ્યા

બીજી તરફ ડભોઈના નારણપુરા ગામે પણ નદીના પાણી ઘૂસ્યા છે અને નદીના પાણીથી નારણપુરા ગામ બેટમાં ફેરવાયું છે. નારણપુરા ગામની ચોતરફ નદીના પાણી ભરાયા છે. દેવ ડેમમાંથી છોડેલા પાણીએ સમગ્ર વિસ્તારને જળબંબાકાર કર્યો છે. ખેતરો તેમજ ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે.

સંખેડા તાલુકામાંપણ ભારે વરસાદ પડતાં જળબંબાકાર

છોટાઉદેપુરના સંખેડા તાલુકામાંપણ ભારે વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ગોલા ગામડી ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે તો વડોદરા બોડેલી હાઇવે ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને તકલીફ પડી રહી છે.


  • Follow us on: