વડોદરાના NDRFના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહનું નિવેદન આપ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી NDRFએ 167 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ફસાયેલા 395માંથી 167 લોકોનું NDRFએ રેસ્ક્યુ કર્યું છે. 56 પશુઓને પણ બચાવ્યા છે. બોટાદ, બનાસકાંઠામાં રેસ્ક્યુમાં પડકારનો સામનો કર્યો છે. હાલ અમારી એક ટીમ બનાસકાંઠામાં તૈનાત છે. 22 લોકોના મૃતદેહ NDRFએ બહાર કાઢ્યા છે. 6 બટાલિયન NDRFમાં 1149 કર્મીઓ છે.
રાજ્યમાં અત્યાર સુધી NDRFએ 167 લોકોનું રેસ્ક્યુ
NDRF અર્ધ સૈનિકબળ સાથે જોડાયેલું છે. 6 બટાલિયન એન. ડી. આર. એફ મા 1149 કર્મીઓ છે. ગુજરાત, રાજસ્થાન, દાદરા નગરહવેલી, દિવ અને દમણમાં ડિઝાસ્ટર અંગે કામગીરી કરે છે. SDRFને NDRF ટ્રેનિંગ આપતું હોય છે. ગુજરાત અને રાજસ્થાનમાં 72 શાળાઓના વિદ્યાર્થીઓને પણ ડિઝાસ્ટરથી બચવાની તાલીમ અપાઈ છે.
6 બટાલિયન એન. ડી. આર. એફ મા 1149 કર્મીઓ
26 ગામોના લોકોને પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવા અંગે શિક્ષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વરસાદમાં 17 ટીમો તૈનાત હતી. 16-17જૂન થી પોરબંદર, દ્વારકા, અમરેલી, બનાસકાંઠામાં તૈનાત હતી. સુરત, કચ્છ, ગાંધીનગર, વલસાડ મા પણ 17 જૂને જ NDRFતૈનાત હતું. રાજસ્થાનમાં કોટા, ઉદેપુર, સવાઈ માધોપુરમાં પણ હાલ ટીમો તૈનાત છે. એક ટીમ 30 જુલાઈથી રાજસ્થાનના બુંદીમાં તૈનાત છે.
કુલ 395 લોકોનું બચાવ કર્યું કરવામાં આવ્યું
ઝાલોરમાં પણ બે ટીમો તૈનાત છે, દિલ્હી થી વધુ બે ટીમો બોલાવી ભરતપુર અને હનુમાનગઢમાં મોકલી અપાઈ છે. 2025માં NDRFએ મહત્વની કામગીરી કરી છે. 167 બિમાર લોકોને અમે રેસ્ક્યુ કર્યા છે. કુલ 395 લોકોનું બચાવ કર્યું કરવામાં આવ્યું છે. 22 લોકોના મોત થયા જેમાં 18 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. ઝાલોદમાં 23 વ્યક્તિઓનું સફળતા પૂર્વકે રેસ્ક્યુ કર્યું છે. પોરબંદરના બોરાસરમાં શાળામાં ફસાયેલાં 25 લોકોને બચાવ્યા છે.
બોરાસરમાં શાળામાં ફસાયેલાં 25 લોકોને બચાવ્યા
ચંબલ નદીમાં પૂર આવતા ઘણા લોકો ડૂબ્યા જ્યાં અમે કામગીરી કરી લોકોને બચાવ્યા છે. આ વર્ષે 1000 કિલો અનાજનું વિતરણ કર્યું છે. 3000 કિલો ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. ગુજરાતમાં કુલ 49 પુરુષ, 14 મહિલા સહીત 63 લોકોને રેસ્ક્યુ કર્યા છે. કુલ 194 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. કુલ 19 પશુઓના મૃતદેહ મળ્યા છે. રાજસ્થાન મા 201 લોકોને અમે સુરક્ષિત બહાર કાઢ્યા છે. 2025મા NDRFમાં 12 ટીમો તૈનાત હતી, 167 લોકોને રેસ્ક્યુ કર્યા છે.










