વડોદરાના જાંબુઆ ગામે જવાના જૂના બ્રિજ પર પાણી ભરાયા હતા અને ભરાયેલા પાણીમાં મીની બસની સાથે વાન પણ ફસાઇ હતી, તો ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર જવાનોએ ફસાયેલા કુલ 8 લોકોનું રેસ્ક્યુ કર્યુ હતુ. પહેલા મીની બસ ફસાઈ હતી અને ત્યારબાદ વેન ફસાઈ હોવાની વાત સામે આવી છે. તો ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.


[[$googlead]]

જાંબુઆ ગામ જવાના જુના બ્રિજ પર મીની બસ અને વેન ફસાઈ પાણીમાં

ગત રાત્રે કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી મીની બસ પાણીમાં ફસાઈ હતી, મીની બસ ભરાયેલા પાણીમાં ફસાતા તેની પાછળ આવતી વેન પણ ફસાઈ હતી, ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા દોડી આવેલ જવાનોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન અને મીની બસમાં સવાર ચાર લોકો અને વેનમાં સવારે ચાર લોકોને બચાવાયા હતા, બસ અને વેન પાણીમાં ફસાયાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા.

ચાર દિવસ થયા તેમ છત્તા નથી ઉતર્યા વરસાદી પાણી

ભારે વરસાદને લઈને જાંબુઆ નદીમાં પૂર આવતાં જાંબુઆ ગામ તરફ જવાનો જૂનો બીજના ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. આજે ચાર દિવસે પણ પાણી ઉતર્યા નથી. અગાઉ કાર, ટેન્કર ફસાયા પછી આજે રાતે એક મીની બસ અને વેન પાણીમાં ફસાઈ ગઈ હતી. જેમાં ૮ લોકો ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે તમામનુ રેસ્ક્યુ કર્યુ હતું. પોર ખાતે આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી ફોર્સ કંપનીની ટ્રાવેલર્સ મીની બસ જાંબુઆ ગામ પાસેના જૂના બ્રીજ પાસેથી પસાર થતી હતી ત્યારે ત્યાં પાણી ભરાયેલા હોવાથી તે મીની બસ ફસાઈ ગઈ હતી અને તેની પાછળ જ ચાલતી એક મારૂતિ સુઝુકી ઈકો વેન પણ ફસાઈ ગઈ હતી.

[[$alsoread]]

  • Follow us on: