વિશ્વામિત્રી નદીના વહેણમાં એક કાર તણાઇ છે, અને વડોદરાના જાબુંઆ ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, એક વ્યકિત કાર લઈને જતો હતો તે પાણીમાં ફસાયો હતો અને મહામહેનતે તેને કારની બહાર કાઢયો હતો, વિશ્વામિત્રી નદીના વહેણમાં એક કાર તણાઈ છે અને વડોદરા ગ્રામ્યમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોના ખેતરો પણ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે.
વડોદરા ગ્રામ્યમાં ભારે વરસાદ
વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, કાર પાણીમાં ફસાતા મહામહેનત કારને પાણીમાંથી બહાર કઢાઈ હતી, જાંબુઆ, કોટેશ્વર, વડસર, બાજવા, ઉંડેરા, કરોડીયા ગામે પાણી ભરાયા છે. શહેર નજીક જાંબુઆ બ્રિજ પર પાણી ફરી વળતા એક કાર પાણીમાં ફસાઇ જતા તેમાં લોકો ફસાયો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડે બોટ ઉતારીને ચાર મગરોના આંટાફેરા વચ્ચે રેસ્કયૂ કાગીરી હાથ ધરી હતી. જોકે કારમાંથી કોઈ મળી આવ્યુ ન હતુ.
કારમાં એક વ્યકિત ફસાયો છે તેવી માહિતી ફાયર વિભાગને મળી હતી
શહેર નજીક જાંબુઆ બ્રિજ પર શનિવારે મોડી સાંજે પાણી ફરી વળ્યા હતા. બ્રિજ નજીક પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેમાં એક કારમાં લોકો ફસાયા છે. તેવી જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો બોટ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બોટ કાર પાસે પહોંચી ગઈ હતી. કારની આસપાસ પાણી ભરાયેલા હતા. કારમાં વ્યકિત છે કે નહી ? તેની ફાયર બ્રિગેડના જવાનોએ તપાસ કરી હતી. જોકે કારમાં કોઈ વ્યકિત નહી હોવાની ખાત્રી થતા તેઓ પરત ફર્યા હોવાનું જાણવા મળે છે.









