વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે, લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જ વરસાદનું આગમન થયું છે, વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે વરસાદનું આગમન થયું છે અને હળવા અને ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો છે, કમોસમી વરસાદી માવઠાને પગલે દિવાળીનો પર્વ ઉજવી પોતાના વતનથી પરત જનાર નાગરિકો અટવાયા છે.


[[$googlead]]

વાઘોડિયા સહીત ગ્રામ્ય વિસ્તરમાં વાતાવરણમાં પલટો

વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે અને કારતક માસમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે, વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત અને ડાંગર કપાસના પાકને વરસાદ વરસતા થઈ શકે છે નુકસાન.

શિનોર પંથકમાં પણ માવઠાનો માર

વડોદરાના ગ્રામ્ય પંથક શિનોરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અવાખલ,અચીસરા,સેગવા, સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે, ગઈકાલ સવારથી વાદળછાયા વાતાવરણમાં આજે વહેલી સવારથી ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે, અવાખલના રસ્તાઓ ઉપર ચોમાસા જેવા વરસાદી પાણી વહેતા થયા છે અને તાલુકામાં શિયાળા ઋતુમાં માવઠા રૂપી વરસાદ વરસતા ખેડૂતો પોતાના કપાસ,તુવેર સહિતના પાકોને લઈ ચિંતિત થયા છે.

[[$alsoread]]

વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ

વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, ડેસરના ઉદલપુરમાં ધોધમાર વરસાદ પડયો હતો અને ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન થયા હતા, અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી હતી.


  • Follow us on: