ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ભારે પૂર આવ્યું છે. વડોદરાનું સિંઘરોટ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું છે . મહીસાગર નદીના પાણી સિંઘરોટમાં ઘુસ્યા છે અને ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.


[[$googlead]]

મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું

મહિસાગરમાં પ્રચંડ પૂરના કારણે મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે. આસપાસના અનેક ગામોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે. ગત રાત્રે મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને તેથી મહિકાંઠાના વિસ્તારોમાં પણ પાણી ઘુસી રહ્યા છે.

પાદરામાંથી પસાર થતી મહી નદી બે કાંઠે

પાદરામાંથી પસાર થતી મહી નદી બે કાંઠે વહી રહી છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે થઇ છે જેથી ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરાયા છે. પાદરા ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર પણ ખડેપગે છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.

[[$alsoread]]

છોટાઉદેપુરની મહત્વ નદી ઓરસંગ નદી પણ જળબંબાકાર

આ તરફ છોટાઉદેપુરના બોડેલીમાં જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે જેથી છોટાઉદેપુરની મહત્વ નદી ઓરસંગ નદી પણ જળબંબાકાર બની છે. ઓરસંગ નદી બે કાંઠે થતા જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે.

ડભોઈનું અમરેશ્વર ગામ પણ સંપર્ક વિહોણું
વડોદરાના ડભોઈનું અમરેશ્વર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. નવીનગરીમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યાં છે . આ સીઝનમાં ત્રીજી વખતે ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે તો અનેક ગામને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. જેમાં લુણાદરા, કબીરપુરા અમરેશ્વર, બંબોજને જોડતો માર્ગ, વિરપુરા નારણપુરા, મગનપુરા ડંગીવાડાને જોડતો માર્ગ તથા પ્રયાગપુરા, કરાલીપુરા ગામને જોડતો માર્ગ પણ પાણીમાં છે. વડોદરાના કરજણમાં પણ નદીના પાણી ઘૂસ્યા

આ તરફ વડોદરાના કરજણમાં પણ નદીના પાણી ઘૂસ્યા છે અને નવાબજારમાં ઘરના કંપાઉન્ડમાં નદીનું પાણી આવી ગયું છે. પ્રવાહ એટલો જોરદાર છે કે પાણીની લાઇનમાંથી ટાઇલ્સ તોડી પાણી વહ્યુ રહ્યું હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા છે.


  • Follow us on: