વલસાડમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડયો છે જેના કારણે ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી છે, હાલ ઔરંગા નદી 4.32 મીટરે પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ રહી છે, ફાયર વિભાગની ટીમ અને મામલતદારની ટીમ સતત આ બાબતે નજર રાખી રહી છે.


[[$googlead]]

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ

વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી નજીક પહોંચી છે, ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર છે, હાલ ઔરંગા નદી 4.32 મીટરે પહોંચી છે, ઔરંગા નદી ભયજનક સપાટીએ પોહચતા તંત્ર એલર્ટ છે અને ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા અપાઈ સૂચના, જો જરૂર પડશે તો નીચાણવાળા વિસ્તારના લોકોને અન્ય જગ્યાએ સલામત રીતે ખસેડવામાં આવશે.

[[$alsoread]]

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી સ્થાનિકોને હાલાકી

વલસાડ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, પારડીના ઉદવાડા-બગવાડાનો રસ્તો પાણીમાં ધોવાઈ ગયા છે, સ્કૂલ બસ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે, ખાડીની આજુબાજુમાં બાંધકામ થતા લોકોને હાલાકી પડી રહી છે, પાણીનો યોગ્ય નિકાલ ન થતા જનતા પરેશાન થઈ છે.

વલસાડમાં ભારે વરસાદથી ભયંકર નુકસાન

ગુંદલાવ નજીક પાર્ક કરેલા વાહનો પર વૃક્ષ પડ્યું છે અને 8-10 કાર વૃક્ષ નીચે દટાઇ જતા ભારે નુકસાન પહોંચ્યું છે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી કરી રહી છે.


  • Follow us on: