વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જનજીવન પર અસર જોવા મળી છે. ધોધમાર વરસાદથી જિલ્લાના તમામ નદીનાળાઓ છલકાયા છે. લો લેવલ કોઝવે, નાના પુલ અને નીચણવાળા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. સલામતીના ભાગરૂપે જિલ્લામાં 205 થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર અને અવરજવર પર રોક લાગી છે. મોટાભાગના ધરમપુર અને કપરાડા તાલુકા અનેક ગામોનો સંપર્ક કપાયા છે. ધરમપુરમાં 68 રસ્તાઓ બંધ, કપરાડામાં 54 રસ્તા, પારડીમાં 42 અને વલસાડમાં 26 રસ્તા બંધ કરાયા છે.

વલસાડ ભારે વરસાદની જનજીવન પર અસર


વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ઠેર ઠેર વારસાદી પાણી ભરાયા છે. નેશનલ હાઇવે 48 પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સરોધી ગામ નજીક ભરાયા હાઇવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઇવેના સર્વિસ રોડની બાજુમાં ખાનગી બાંધકામના કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા છે.

જિલ્લામાં 205 થી વધુ રસ્તાઓ બંધ કરાયા 


વલસાડના કપરાડામાં નદી નાળાઓ છલકાયા છે. કપરાડાની ઘોગળી અને કેલી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. વલસાડ જિલ્લાના કુલ 197 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કપરાડા-મહારાષ્ટ્ર બોર્ડર પરનો માર્ગ બંધ કરાયો છે. દાદરા નગર હવેલીના બોર્ડર પર માર્ગ બંધ કરાયો છે. ગાઢવી અને ગાળવી ગામ સંપર્ક વિહોણા થયા છે.

  • Follow us on: