વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે, નાની અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ચારે તરફ માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે, ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ડેરીમાં દૂધ ભરાવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે, લોકો જીવના જોખમે કોઝવે પાર કરવા મજબૂર બન્યા છે પરંતુ તંત્ર હજી પણ આખ આડા કાન કરી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ
ધરમપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ નાની કોસબાડી અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, પાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિને લઇ લોકોને હાલાકી પડી રહી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઝવેમાં જયારે પણ પાણી આવે છે ત્યારે જીવના જોખમે પસાર થઉં પડે છે, એક બ્રિજ બની જાય તો સ્થાનિકો માટે સારૂ છે, પરંતુ કોઝવેમાં ભારે પાણીના પ્રવાહના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, અને દર વર્ષે કોઝવેમાંથી સ્થાનિકો પાણીના પ્રવાહમાં થઈ પસાર થઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.21 ઈંચ વરસાદ, ડાંગ-આહવામાં 3.78 ઈંચ, વઘઈમાં 2.76 ઈંચ વરસાદ, સુબિરમાં 2.52 ઈંચ, ઉમરગામમાં 2.48 ઈંચ વરસાદ, પારડીમાં 2.20 ઈંચ, વલસાડમાં 2.13 ઈંચ વરસાદ, ખેરગામમાં 2.09 ઈંચ, વાપીમાં 1.54 ઈંચ વરસાદ, ચીખલીમાં 1.26 ઈંચ, ધરમપુરમાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો છે.









