વલસાડના ધનભુરા રોડ ઉપર વીજ પોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો છે અને RPF ગ્રાઉન્ડ પાસે ઝાડ પડતા લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, વલસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં ગરબા આયોજકોને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા સાથે જ વલસાડના ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિમાં ડોમ ઉડવાની પણ ઘટના બની હતી, ઠેર ઠેર વૃક્ષો પડ્યા તો વીજળી ડૂલ થઇ હતી વલસાડમાં ફૂકાયેલ વાવાઝોડાથી વલસાડ શહેર અને આજુબાજુના ગામડાઓમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.
વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ પાસે ઝાડ પડતા લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી
વલસાડ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા વલસાડ જિલ્લાને મેઘરાજા એ ઘમરોડ્યું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી જેને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી સાથે જ ભારે વીજળી પડતા અનેક વિસ્તારોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો તો બીજી તરફ વલસાડના ધનભુરા રોડ ઉપર વીજળીનો થાંભલો તૂટી પડતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, તો વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ પાસે ઝાડ પડતા લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી.
વલસાડમાં આયોજકોએ ગરબા કેન્સલ કર્યા
સિવિલ હોસ્પિટલમાં પણ ઝાડ પડતાં બાઈકને નુકસાન પહોંચ્યું હતું સાથે જ વલસાડમાં સરદાર હાઈટ સોસાયટીમાં નવરાત્રિ આયોજનમાં નાસ્તાના સ્ટોલ અને શેડ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં પાર્કિગમાં મુકેલ ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું, બીજી તરફ અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રિમાં વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી જેને કારણે નુકસાન પહોંચ્યું હતું બીજી તરફ ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઓરકેસ્ટ્રા માટે બનાવેલ ડોમ ઉડવાની ઘટના બની હતી જેમાં યુવકને ઇજા પણ પહોંચી હતી.









