વલસાડ જિલ્લાના ખખડધજ નેશનલ હાઈવેના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. કપરાડા નાસિક નેશનલ હાઈવેમાં ખાડા કે ખાડામાં હાઈવે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નેશનલ હાઈવે ખસ્તા હાલતમાં આવી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કપરાડા નાસિક હાઈવેના ખખડધજ રસ્તાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા છે. વીડિયો વાયરલ થતાં રસ્તાની ખખડધજ હાલતને લઈને તંત્ર પણ દોડતું થયું છે. પ્રથમ વરસાદે જ રસ્તાની આ હાલતથી લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

વલસાડ જિલ્લામાં 16 જેટલા રસ્તાઓ બંધ

તમને જણાવી દઈએ કે હાલમાં વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે જિલ્લાના 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરગામમાં 1, કપરાડામાં 4, ધરમપુરમાં 6, પારડીમાં 1, અને વલસાડમાં 4 સહિત કૂલ મળી કુલ 16 રસ્તાઓ ઓવર ટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા છે. બંધ રસ્તાને કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. દરેક તાલુકામાં સ્થાનિકોને 15થી 20 કીલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે તો કેટલીક જગ્યાએ જીવના જોખમે અવરજવર તો ક્યાંક અવરજવર બંધ કરવામાં આવી છે.

[[$alsoread]]

વલસાડનો મધુબન ડેમ ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થયો છે. પાણીની આવક વધતા મધુબન ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમનું લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે. ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 58,044 ક્યુસેક પાણી છોડાયું છે. નદી કિનારાના ગામોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે. 

  • Follow us on: