વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઝંડા ચોક મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. વાપી બજારમાં દુકાનોમાં પાણી ભરાયા છે. કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ ખાબક્યો છએ. ભારે વરસાદને લઈને જનજીવનને અસર પહોંચી છે.
વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો
મેઘરાજાએ શ્રાવણ પેહલા જ દિવસે શ્રીકાર કર્યા છે. વલસાડના વાપીમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરાયો છે. ભારે વરસાદથી વાપીના જનજીવન પર અસર પહોંચી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે.
કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.









