તાપીના વ્યારામાં ભારે વરસાદના પગલે વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.
તાપીના વ્યારામાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભાગવવાનો વારો આવ્યો છે. નાની ચીખલી, ચોરવાડનો સંપર્ક તૂટ્યો છે. લોકો જોખમી રીતે કોઝવે ક્રોસ કરવા મજબૂર બન્યા છે.
કૉઝવે પર પાણી ફરી વળ્યા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, અમદાવાદ-ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.









