રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાથે સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે, જેને લઈ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, મહીસાગર, દાહોદ, તાપી,ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે, તો ખેડૂતોના પાકને પણ જીવતદાન મળી શકે છે એટલો સારો વરસાદ આ મહિને પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગની છે.
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ
ગુજરાતના 206 જળાશયોમાં હાલ 41 ટકા જળસંગ્રહ છે. જેમાં 15 હાઇ એલર્ટ, 10 એલર્ટ અને 9 વોર્નિંગ હેઠળ છે. 9 જળાશયો જે 100 ટકા ભરાઇ ગયા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બાગડ, બોટાદના ભીમાદ, સુરેન્દ્રનગરના વાંસલ-લિમ ભોગાવો-સબુરી-ધોળી ધજાનો સમાવેશ થાય છે.









