અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગાહી કરવામાં આવી છે, 18 નવેમ્બર આસપાસ ઉપસાગરમાં સર્જાશે સિસ્ટમ અને લો પ્રેશર 22 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
આગામી એક સપ્તાહ સુધી ઠંડીનો ચમકારો અનુભવાશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, 8 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે જેના કારણે 18થી 25 નવેમ્બર દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતા છે.
23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ
23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ 18 થી 25 નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે, બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે, 22 ડિસેમ્બરથી દેશના ઉતર્યા પ્રદેશના ભાગોમાં ભારે વરસાદથી હિમ ચાદર થવાની શક્યતા રહેશે.
બીજા સપ્તા બાદ બંગારના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
તારીખ 4/થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.
22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.









