હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી રહેશે અને 6 થી 8 ઓકટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થશે. શકિત વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે.


[[$googlead]]

સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40 કિમી ઝડપે પવન ફૂંકાઇ શકે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદ પડી શકે છે, અને અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, 18 થી 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે અને દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે, બેસતા વર્ષના દિવસે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.

મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.

[[$alsoread]]

8 ઓકટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.


  • Follow us on: