હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં, 8 થી 11 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા આવશે અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે, 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે, તો બીજી તરફ 19 થી 22 ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.


[[$googlead]]

દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી, ધ્રાંગધ્રામાં ભારે વરસાદ થઈ શકે છે, પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ અંતમાં નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે.

[[$alsoread]]

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે : અંબાલાલ પટેલ

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે અને સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.

18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.

  • Follow us on: