હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે, આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, 17-22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.


[[$googlead]]

મધ્ય અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, કચ્છના કેટલાક ભાગમાં જળબંબાકારની આગાહી પણ કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાંથી વરસાદની સિસ્ટમ ગુજરાત આવશે અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં જળબંબાકાર થશે અને 17 ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ માટે સારો હશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે : અંબાલાલ પટેલ

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે અને સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.

18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.


  • Follow us on: