હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે કે, 29 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગર માંથી ભેજ વરસાદ આવશે અને ૩જી ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે, બીજી તરફ ૬ થી ૧૦ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે, અને વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે તેવી આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

૧૮ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.

[[$alsoread]]

નર્મદા ડેમમાં નવા નીરની આવક થશે : અંબાલાલ પટેલ

તારીખ 26 થી 29 જુલાઇમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.


  • Follow us on: