હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે, નવરાત્રિના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદ પડી શકે છે, નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, નવરાત્રિમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

17 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લામાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાનદી આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 20 સપ્ટેમ્બર સુધી વારસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તો નવરાત્રિમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.

બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.

  • Follow us on: