હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માછીમારોને આગામી 4 દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.


[[$googlead]]

જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, અમરેલી, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, તાપી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનનો કૂલ 85.04 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો કૂલ 85.04 ટકા વરસાદ નોંધાયો છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં 88.05, ઉત્તર ગુજરાતમાં 88.77, મધ્ય ગુજરાતમાં 79.89, સૌરાષ્ટ્રમાં 83.72 અને કચ્છ ઝોનમાં 85.14 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજ્યના 207 જળાશયોમાં 81.43 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 86.46 ટકા પાણીનો જથ્થો છે.

  • Follow us on: