રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લા ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર વહેલીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.









